પાટણ, 28 મે (હિ.સ.)28 મે વિશ્વ માસિક સ્ત્રાવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરુપે આજ રોજ જનરલ હોસ્પિટલ સિદ્ધપુર ખાતે ચાલુ વર્ષની થીમ Together For a Period Friendly Word પર ઉજવણી કરવામાં આવી.જેમા માસિક સ્ત્રાવ વિશે સમજણ, માસિક દરમિયાન લેવાતી કાળજી વિશે સમજણ,સેનિટરી પેડ નો ઉપયોગ અને યોગ્ય નિકાલ વિશે માહિતી, શારીરિક સ્વચ્છતા વિશે સમજણ , પોષણ યુક્ત આહાર વિશે સમજણ.જેમાં ઇન્ટર હોમીયોપેથીક સ્ટુડન્ટ , નર્સિંગ સ્ટુડન્ટ,કિશોરીઓ વગેરે હાજર હતા.આ કાર્યક્રમમા ડો.રેખાબેન નાયક પ્રોગ્રામ ઓફિસર,આરસીએચ,ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા.તેમને રેડ ડોટ પર સુદર માહિતી આપી હતી.તથા મોડેલ એડોલેસન્ટ હેલ્થ ક્લીનીક,NBSU તથા CMTCની પણ મુલાકાત લીધી હતી.આ કાર્યક્રમનુ આયોજન આર.એમ.ઓ. ડો.આબીદખાન પઠાણ ના માર્ગદર્શન હેઠળ ડો.રજનીકાત દરજી એ.એચ.એ.દવારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દક્ષાબેન પી.પટેલ તથા ગિરીશભાઈ પી.વાણિયા કાઉન્સેલર દ્રારા પણ માહિતી આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર