મોડાસા, 28 મે (હિ.સ.) કોરોના ની ત્રીજી લહેરની અગમચેતી ને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વોર્ડ તૈયાર કરી લીધા છે
હાલ ગુજરાત માં કોરોના એ ફરી એક વાર માથું ઊંચક્યું છે છેલ્લા ત્રણ દિવસ માં ગુજરાત માં કોરોના ના 100 કરતા વધુ કેસો મળી આવ્યા છે સ્ટેટ આરોગ્ય વિભાગે પણ કોરોના ના કેસો મળ્યા હોવાની પૃષ્ટિ કરી કરી છે ત્યારે આગામી દિવસો માં જો રાજ્ય ના અન્ય જિલ્લા કે તાલુકાઓ માં કોરોના ના કેસો વધે તો તેને પહોંચી વળવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી બેડ તૈયાર કરાઈ રહયા છે ત્યારે અરવલ્લી જિલ્લા માં પણ અલગ અલગ ત્રણ સ્થાનો પર બેડ તૈયાર કરાયા છે
આગામી સમય માં જો સંભવતઃ કોરોના ની સ્થિતિ અરવલ્લી જિલ્લા માં જોવા મળે કોઈ કેસો મળી આવે તો તેને પકહોંચી વળવા માટે દર્દીઓ ને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી રહે અને કોરોના ને હરાવી શકાય એ માટે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા માં કુલ ત્રણ સ્થાનો મોડાસા,ભિલોડા અને વાત્રક હોસ્પિટલ ખાતે 35 બેડ તૈયાર કરાયા છે મોડાસા સર્વજનિક હોસ્પિટલમાં 10 બેડ ,વાત્રક હોસ્પિટલમાં 10 બેડ અને ભિલોડા સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં 15 બેડ એમ કુલ 35 બેડ તૈયાર રખાયા છે તમામ બેડ પર ઓક્સિજન,વેન્ટિલેટર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રખાય છે જો કે અરવલ્લી જિલ્લા માં હાલ એક પણ કેસ કોરોના ના નોંધાયા નથી પરંતુ સંભવતઃ કેસો આવે તો તેને પહોંચી વળવા આરોગ્ય તંત્ર સજ્જ છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ