કુતિયાણામાં મિલકતના ભાગવા બાબતે યુવાન પર પરિવારના 5 શખ્સોએ જીવલેણ હુલકો કર્યો.
કુતિયાણા યુવાન પર પરિવારના 5 શખ્સોએ હુલકો કર્યો.
કુતિયાણામાં મિલકતના ભાગવા બાબતે યુવાન પર પરિવારના 5 શખ્સોએ જીવલેણ હુલકો કર્યો.


પોરબંદર, 28 મે (હિ.સ.) કુતિયાણા શહેરમાં ફરી એકવાર મિલકત બાબતે મારામારીનો બનાવ સામે આવ્યો છે.જેમાં મિલકતના ભાગવા બાબતના મનદુઃખ ને લઇ ને 2 મહિલાઓ સહિત 5 શખ્સોએ પોતાના પરિવારના યુવાન પર છરી અને ધારિયા વડે હુમલો કરતો યુવાનને ગંભીર ઈજાઓ પોહચી હતી. પરિવારના 5 શખ્શો સામે કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા શહેરના બહારપુર વિસ્તારમા બે ભાઈઓ વચ્ચે મિલકતના ભાગલા બાબતે ના મનદુઃખને લઇ ને મારામારી થઇ હતી.હાલ પોરબંદર શહેરમાં રહેતા દિવ્યેશ નાથાભાઇ ઓડદેરા નામના યુવાન ગઈ કાલે કુતિયાણા બહારપુર વિસ્તારમા રહેતા તમને ભાઈના ઘરે ગયા હતા.તે દરમિયાન કાળુ ઓડેદરા એ તું ઘરે કેમ આવ્યો છો તેવું પુછાતા દિવ્યેશ ઓડેદરા કહયું કે હું બા ના ખબર અંતર પૂછવા આવ્યો છું તેમ કહેતા કાળુ નાથાભાઇ ઓડદેરા અને ક્રુણાલ કાળુભાઇ ઓડદેરા ઉશ્કેરાઈ ને દિવ્યેશ ને ગાળો આપતા દિવ્યેશ પર ધોકા વાળ એ હુમલો કર્યો હતો,માર થી બચવા દિવ્યેશ ઘર ની ભાર જઈ રહ્યો હતો તે દરમિયાન ક્રુણાલ કાળુભાઇ ઓડદેરા અને આકાશ દિપકભાઇ ઓડદેરાએ પકડી રાખ્યો હતો અને કાળુભાઇ ઓડેદરા એ દિવ્યેશ પર છરી વડે હુમલો કરી બંને હાથ,માથાના ભાગે અને છાતી ના ભાગે ગંભીર ઈજાઓ પોહચાડી હતી.આ ઉપરાંત શોભનાબેન કાળુભાઇ ઓડદેરા અને શોભનાબેન દિપકભાઇ ઓડદેરા નામની મહિલાઓ એ દિવ્યેશ ને જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી.પોલીસે મારામારીના બનાવ માં 2 મહિલા સહિત પાંચ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંઘી વધુ તાપસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande