હારીજમાં નર્મદા કેનાલ પાસે ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
પાટણ, 28 મે (હિ.સ.)પાટણ એસઓજી પોલીસે હારીજ તાલુકામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવાની કામગીરી દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે નર્મદા કેનાલ પાસે વાંસા સરદારપુરા, વાખુંદર રોડ, હારીજના રહેવાસી નરેશજી પ્રહલાદજી કુરશીજી ઠાકોર (ઉ
હારીજમાં નર્મદા કેનાલ પાસે ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો


પાટણ, 28 મે (હિ.સ.)પાટણ એસઓજી પોલીસે હારીજ તાલુકામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવાની કામગીરી દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે નર્મદા કેનાલ પાસે વાંસા સરદારપુરા, વાખુંદર રોડ, હારીજના રહેવાસી નરેશજી પ્રહલાદજી કુરશીજી ઠાકોર (ઉંમર 22) ને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ આરોપી પાસેથી 1.796 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો છે, જેના બજાર મૂલ્ય રૂ. 17,960 થાય છે. આરોપી પાસેથી રૂ. 5,000 કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(b), 22(b) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ કિસ્સામાં પોશીના, સાબરકાંઠાનો મહેશ નામનો શખ્સ પણ સંડોવાયેલો છે, જે હજુ ફરાર છે. ગુજરાત સરકારે 21 મે થી 19 જૂન સુધી રાજ્યને નશામુક્ત બનાવવા NDPS ગુનાઓ સામે વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે. પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાઈના માર્ગદર્શન હેઠળ એસઓજીના PI જે.જી. સોલંકીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande