કાના જાડેજા વિરુદ્ધ કરાયેલા જમીન પચાવી પડવાના આક્ષેપ ખોટા.
જમીન પચાવી પડવાના આક્ષેપ ખોટા.
કાના જાડેજા વિરુદ્ધ કરાયેલા જમીન પચાવી પડવાના આક્ષેપ ખોટા.


કાના જાડેજા વિરુદ્ધ કરાયેલા જમીન પચાવી પડવાના આક્ષેપ ખોટા.


પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકા ઉપપ્રમુખ કાના જાડેજા સહિત ત્રણ વિરૂધ્ધ જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં થયેલી અરજી મામલે હવે નવો વળાંક આવ્યો છે દેવીબેને સોગંદનામું કરી નવી અરજી આપેલ અરજી અગાઉ અપેલ નિવેદનથી તદ્દન વિરૂધ્ધ આપતા પોરબંદર પોલીસ આશ્વર્યમાં મુકાય હતી આ મામલે પોરબંદર પોલીસને ખોટી માહિતી આપનાર દેવીબેન વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાના જાડેજા વિરૂધ્ધ જમીન પચાવી પાડવાના આક્ષેપો સાથે દેવીબેન મોઢવાડીયાનો એક વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ ફરી એકવાર પોરબંદર ચર્ચામાં આવ્યુ હતુ દેવીબેને વિડીઓ જમીન પચાવી પાડવાના બાબતે પોરબંદર પોલીસની મદદ માંગ હતી અને પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં તા.13/05/2025 રોજ દેવીબેન જીવાભાઈ મોઢવાડીયાએ કાનાભાઈ સરમણભાઈ જાડેજા, સતીષ દેવા મુશાળ ઉર્ફે (ચના), મુકેશભાઈ ભીમાભાઈ કડછા વિરૂધ્ધમાં અરજી કરેલી હતી.

જેમાં એવુ જણાવ્યુ કે, પોરબંદરના ફટાણા ગામના સર્વે ને 1073 હે. આ.ચો. મી. હે,3-11-92માં જમીન આવેલ છે અને જમીનની બજાર કિંમત આશરે દોઢ થી બે કરોડ રૂપિયાની થાય છે અને જે જમીન કાના જાડેજાને રૂ.80,000,00 માં ખરીદવાનું નક્કી થયુ હતુ જેમાં જમીન ખરીદી અને રૂ.41,18,000/- નો દસ્તાવેજ બનાવી અને રૂ.41,18,000ના ચેકો આપીને રૂપિયા ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા બાદ સામાવાળાએ અમારા ઘરેથી ઉપાડી જઈને તે તમામ રૂપિયા પરત ઉપડાવી જમીન પચાવી ગયેલ હોવાના આક્ષેપો સાથે અરજી કરેલ હતી અને અરજદારની અરજી બાબતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતેથી કાર્યવાહી ચાલી રહી હતી અને સોગંદનામુ રજુ થતાં નવો વળાંક આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande