રાજ્યભરમાં તા. 22 મે 2025થી શરૂ કરાયેલા અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 5.70 લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો
ગાંધીનગર, 28 મે (હિ.સ.) : “વિશ્વ પર્યાવરણ દિવસ-2025ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી મુકેશભા
સ્વચ્છતા અભિયાન


સ્વચ્છતા અભિયાન


સ્વછતા અભિયાન


ગાંધીનગર, 28 મે (હિ.સ.) : “વિશ્વ પર્યાવરણ દિવસ-2025ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં તા. 22 મે 2025થી શરૂ કરાયેલા અભિયાનમાં હેઠળ અત્યાર સુધીમાં કુલ 5.70 લાખ કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) ૨૦૨૫ની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં તા. ૨૨મે થી 5 જૂન 2025 સુધી કરવાનું નક્કી કરાયું છે જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી પ્લાસ્ટિક પ્રદૂષણની અસર અંગે જનજાગૃતિ લાવવા અને સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 1300 થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં 66150 થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિકરણ, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક જપ્ત કરી અને દંડ લાદવો, ઉદ્યોગોમાં વૃક્ષારોપણ, પ્રતિજ્ઞા સમારોહ અને પ્લાસ્ટિક સંગ્રહ, રેલીઓનું આયોજન, બજારોમાં 700 થી વધુ કપાસની થેલીઓનું વિતરણ, વર્ગીકરણ પર સેમિનાર, ઘન કચરા વ્યવસ્થાપન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો વિષય પર સેમિનાર વગેરે જનજાગૃતિની પ્રવૃત્તિઓમાં સહભાગી થયા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ- GPCBના સંકલનમાં રહીને ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન- GEMI સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા જિલ્લા પ્રાદેશિક કચેરીઓએ તેમના સ્તરે પ્લાસ્ટિક કચરા સંગ્રહ અભિયાનનુ આયોજન હાથ ધર્યુ છે. તમામ નગર પાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોએ પોતપોતાના સ્તરે પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાનમાં ભાગ લીધો છે જેના પરિણામે અત્યાર સુધીમાં સામૂહિક રીતે 5.70 લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં સફળતા મળી છે.

વન અને પર્યાવરણ વિભાગ, આબોહવા પરિવર્તન વિભાગ, ઉદ્યોગો અને ખાણ વિભાગ, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સહિતના વિભાગો આ પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અસરકારક સંકલન અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મેરી લાઇફ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર અભિયાનના ભાગ રૂપે દેશભરમાં હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનુ રિપોર્ટિંગ કરવામાં આવશે.

GEMI દ્વારા હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ :

નદી સફાઈ ઝુંબેશ

મહિસાગર નદીના ગલતેશ્વર પટ ખાતે તા. 22 થી 23 મે દરમિયાન 55 સ્વયંસેવકોની ટીમે નદીના પટની સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 380 કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં સરપંચ, તલાટી અને પ્રવાસન વિભાગનો સહયોગ મળ્યો હતો.

નુક્કડ નાટક દ્વારા જાગૃતિ

ગેમી દ્વારા તા. 23 થી 26 મે 2025 દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નુક્કડ નાટકોનું મોડાસા, હિંમતનગરના કટવડ, વાઘેલાવાસ અને વિરપુર ગામોમાં તેમજ ભચાઉ તાલુકામાં ભચાઉ બસ સ્ટેન્ડ, વોંઢ ગામ અને સામખિયાળી ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 700 નાગરિકો સહભાગી થયા હતા. આ નાટકો દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક-મુક્ત જીવનશૈલી અને કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ ઝુંબેશ

ગાંધીનગરના વૈદહી-3 સોસાયટી અને વાવોલ ખાતે 120 સ્થાનિક નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને 80 કિલો પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. ગેમી દ્વારા આ પર્યાવરણ પ્રેમી નાગરિકોને પ્રોત્સાહન રૂપે કુંડા સાથે છોડ, સેન્દ્રીય ખાતર તેમજ કાપડની થેલીઓ ભેટ આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande