કતારગામમાં રત્નકલાકાર પાસેથી 35 હજાર પડાવ્યા હતા
સુરત, 29 મે (હિ.સ.)-ગુગલ પે માં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો બોગસ સ્ક્રીન શોર્ટ મોકલી છેતરપિંડી કરનાર ઠગબાજ દેવ પટેલએ કતારગામમાં રત્નકલાકાર પાસેથી પણ આ રીતે 35 હજાર પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ કતારગામ, ચીકુવ
fraud


સુરત, 29 મે (હિ.સ.)-ગુગલ પે માં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો બોગસ સ્ક્રીન શોર્ટ મોકલી છેતરપિંડી કરનાર ઠગબાજ દેવ પટેલએ કતારગામમાં રત્નકલાકાર પાસેથી પણ આ રીતે 35 હજાર પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.

કતારગામ પોલીસના જણાવ્યા મુજબ કતારગામ, ચીકુવાડી, રમણનગર સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર હિતેશ હીરજીભાઈ વ્યાસ (ઉ.વ.27) 16મીના રોજ રાત્રે કતારગામ કાસાનગર, આર.જે.ડી. બિલ્ડિંગમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કના સી.ડી.એમ. મશીનમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે વખતે તેનો ભેટો ઠગબાજ દેવ પટેલ સાથે થયો હતો. દેવ પટેલએ તેમને મારે એ.ટી.એમ. ખોવાઈ ગયું છે. તો તમે મને તમારા એ.ટી.એમ. થી 50 હજાર ઉપડીને આપો હું તમને ટ્રાન્સફર કરી દઈશ. ઠગબાજ દેવની વાતોમાં આવી હિતેશ વ્યાસે એકાઉન્ટમાંથી ૩૫ હજાર ઉપાડીને આપ્યા હતા. દેવએ તેમને ગુગલ પે ના સ્ક્રેનર થી તેના મોબાઈલમાં સ્ક્રેન કરાવી તેમને મોબાઈલમાં બેન્કનું સર્વર ડાઉન છે અને આવતી કાલ સાંજ સુધીમાં રોકડા આપી દઈશ હોવાનુ કહી નિકળી ગયા બાદ મોબાઈલ બંધ કરી દીધો હતો. કતારગામ પોલીસે હિતેશની ફરિયાદ લઈ દેવ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવ પટેલની ગતરોજ ચોકબજાર પોલીસે ધરપકડ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande