પોરબંદર, 29 મે (હિ.સ.) પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 30/05/2025 રોજ સવારે 11 કલાકે નવયુગ હાઈસ્કુલ,એસ.ટી.બસ સ્ટેંડ પાસે, પોરબંદર ખાતે રોજગાર વાંચ્છુઓ ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે.જેમાં સ્થાનિક નોકરીદાતા હિરાવતી મરીન પ્રોડક્ટ્સ, પોરબંદર ન્યુઝ તથા સેફ્લોક સિક્યુરિટી સર્વિસિસ દ્વારા વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ જેમ 10 પાસ થી ગ્રેજયુએટ સુધીનાં રોજગાર વાંચ્છું ઉમેદવારો માટે ઈન્ટરવ્યું કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya