ગીર ગઢડા ના બોર્ડર વિસ્તારમાં આવેલ ખેતરમાં, બે સિંહો ધોળા દિવસે શિકારની શોધમાં આવી ચડ્યા
ગીર સોમનાથ 29 મે (હિ.સ.) ગીર ગઢડા ના બોર્ડર વિસ્તારમાં આવેલ ખેતરમાં બે ડાલામથ્થા સિંહો ધોળા દિવસે શિકારની શોધમાં આવી ચડ્યા હતા આકદાવર સિંહો કોઈની સામે પૂંછ ઊંચી કરીને દૂર રહેવાનો ઈશારો કરી રહ્યા હતા. ત્યારે ધોળા દિવસે ખુલ્લા ખેતરોમાં આવી ચડતા ખેતરમ
સિંહો ધોળા દિવસે શિકારની શોધમાં આવી ચડ્યા હતા


ગીર સોમનાથ 29 મે (હિ.સ.) ગીર ગઢડા ના બોર્ડર વિસ્તારમાં આવેલ ખેતરમાં બે ડાલામથ્થા સિંહો ધોળા દિવસે શિકારની શોધમાં આવી ચડ્યા હતા

આકદાવર સિંહો કોઈની સામે પૂંછ ઊંચી કરીને દૂર રહેવાનો ઈશારો કરી રહ્યા હતા. ત્યારે ધોળા દિવસે ખુલ્લા ખેતરોમાં આવી ચડતા ખેતરમાંથી પસાર થતા ટ્રેક્ટર ચાલકે આ બે સિંહોને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યા હતા. ધોળા દિવસે ખેતરમાં આવા કદાવર સિંહોના આવી જવાથી ભલભલા લોકોના જીવ તાળવે ચોંટે છે. સિંહો જંગલને બદલે માનવ વસાહત વિસ્તારમાં વધુ જોવા મળે છે... જેથી હવે લોકોના જીવ જોખમમાં મૂકાય છે...

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande