ગીર સોમનાથ 29 મે (હિ.સ.) ગીર સોમનાથના કોડીનાર તાલુકાના બોડવા ગામે, ઘરની ઓસરી માં સૂતેલા વૃદ્ધા પર, સિંહણે હુમલો કયો હતો
પુત્રીએ બહાદુરી બતાવી સિંહણ સામે બહાદુરી બતાવી પોતાની વૃદ્ધ માતાને બચાવી લિઘી હતી.
ચીખલી ગામે રહેતા મલાઈબેન બોઘાભાઈ મકવાણા, ઉંમર વર્ષ 65 પોતાની પુત્રીના દીકરાના લગ્નમાં, બોડવા આવ્યા હતાં.
વૃદ્ધાને પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલ અને બાદમાં અંબુજા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે, ખસેડવામાં આવ્યા.
માનવ પર હુમલો કરનાર સિંહણને, તાત્કાલિક પાંજરે પુરવા વન વિભાગ સમક્ષ ગ્રામજનોનો એ માંગ કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ