પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદથી રાહત, સરસ્વતીમાં સૌથી વધુ 55 મિમી વરસાદ
પાટણ, 29 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સરસ્વતી, પાટણ તથા સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો હતો. દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી લોકોમાં રાહતનો શ્વાસ થયો હતો. ભારે પવન અને વરસ
પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદથી રાહત, સરસ્વતીમાં સૌથી વધુ 55 મિમી વરસાદ


પાટણ, 29 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સરસ્વતી, પાટણ તથા સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો હતો. દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી લોકોમાં રાહતનો શ્વાસ થયો હતો. ભારે પવન અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

વરસાદના આંકડાઓ મુજબ, સરસ્વતીમાં 55 મિમી, પાટણમાં 50 મિમી, સિદ્ધપુરમાં 39 મિમી અને ચાણસ્મામાં 17 મિમી વરસાદ નોંધાયો હતો. હારીજમાં 16 મિમી, રાધનપુરમાં 6 મિમી, સમીમાં 3 મિમી અને શંખેશ્વરમાં 2 મિમી વરસાદ થયો હતો.

પાટણ શહેરના વોર્ડ નંબર 8 ખાતે આવેલ ખરાદી વાડામાં એક જૂના મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી. ઘટનામાં એક સાઇકલને નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાની નોંધાઈ ન હતી. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande