પોરબંદર મનપા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ.
પ્રિ-મોન્સૂન ની કામગીરી હાથ ધરાઈ.
પોરબંદર મનપા દ્વારા પ્રિ-મોન્સૂન ની કામગીરી હાથ ધરાઈ.


પોરબંદર મનપા દ્વારા પ્રિ-મોન્સૂન ની કામગીરી હાથ ધરાઈ.


પોરબંદર મનપા દ્વારા પ્રિ-મોન્સૂન ની કામગીરી હાથ ધરાઈ.


પોરબંદર, 30 મે (હિ.સ.) પોરબંદર મનપા દ્વારા ચોમાસા પુર્વે પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી રહી છે ગત વર્ષે પડેલા ભારે વરસાદના લીધે પોરબંદરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે આ વર્ષે મનપા દ્વારા ગત વર્ષ જેવી સ્થિતિ પોરબંદરની ના બને તે માટે ટ્રેનેજ ગટરો સફાઈ તેમજ સાંઢીયા ગટર સફાઈ તથા પમ્પીંગ સ્ટેશનની ટેસ્ટીંગની સહિત કામગીરી કરવામાં આવી રહી છે.ગાંધીભૂમિ પોરબંદરમાં ગત વર્ષે પડેલા ભારે વરસાદ બાદ પોરબંદરની વિવિધ સોસાયાટીમાં વરસાદી પાણી ઘુસ્યા હતા જેના લીધે શહેરી ભારે મુશ્કેલીનો સામાનો કરવો પડયો હતો.

લોકોને લાખો રૂપીયાનું નુકસાન પણ ગયુ હતુ તે સમયે પાણી નિકાલ ન થતાં લોકોમાં પણ નગરપાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો તે તત્કાલિન કલેકટરે રાતોરાત શહેરની સાંઢીયા ગટર ઓપન કરી હતી પાણી નિકાલના પ્રયાસો કર્યા હતા ગત ચોમાસા જેવી સ્થિતિ પોરબંદર ફરી ના બને તે માટે પોરબંદર મનપા સાથે જિલ્લા વહીવટી તંત્ર અનેક મિટીંગો પણ યોજાઈ છે હાલ ચોમાસુ નજીક છે ત્યારે પોરબંદર મનપા દ્વારા શહેરમાં આવેલી વિવિધ વરસાદી પાણી નિકાલની ટ્રેનેજો સફાઈ તેમજ એક વર્ષથી ખોદી મુકી દીધેલ સાંઢીયા ગટરને ફરી રન કરવવા છેલ્લા બે દિવસથી સાંઢીયા ગટરની સફાઈની કામગીરી શરૂ કરી છે તેમજ રિલાયન્સ મોલ વિસ્તારમાં પાણી ભરવવાના પ્રશ્નને લઈને નવી ટ્રેનેજ ગટરો અને પાઈપ મુકવી પાણી નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ગત વર્ષે જ્યાં જ્યાં પાણી ભરાવવા પ્રશ્ન સામે આવ્યા તે વિસ્તારમાં પાણી ના ભરાય તે દિશામાં હાલ પોરબંદર મનપા કામગીરી કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande