આરોગ્ય વિભાગ દ્વારા “માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી” કરવામાં આવી.
મોડાસા, 30 મે (હિ.સ.) અરવલ્લી જીલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર અને જન-સમુદાયોમાં “માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી” કરવામાં આવી. ટ્ર્રાયબલ તાલુકા-ભિલોડા અને મેઘરજના અંતરિયાળ વિસ્તારો ખાતે પણ તરુણીઓને બોલાવી આ વર્ષ ૨૦૨૫ ની સૂચિત થીમ Together f
આરોગ્ય વિભાગ દ્વારા “માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી” કરવામાં આવી.


મોડાસા, 30 મે (હિ.સ.) અરવલ્લી જીલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર અને જન-સમુદાયોમાં “માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી” કરવામાં આવી.

ટ્ર્રાયબલ તાલુકા-ભિલોડા અને મેઘરજના અંતરિયાળ વિસ્તારો ખાતે પણ તરુણીઓને બોલાવી આ વર્ષ ૨૦૨૫ ની સૂચિત થીમ Together for a #Period Friendly World સાથે ઉજવણીમાં એસબીસીસી ટીમો દ્વારા નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવામાં આવી.

“માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી” કરવામાં આવી.•Red dot•Menstrual Bracelet •Menstrual Health Hygiene બાબતે ચર્ચા (સેનેટરી પેડનો નિકાલ, ઉપયોગ, કાઉન્સીલીંગ, માસિક દરમ્યાન સ્વચ્છતા) •રેલીનું આયોજન અવેરનેસ માટે•જાહેર સ્થળો પર રંગોળીનું આયોજન •Menstrual Art & Creative Exhibition workshop નું આયોજન •જાહેર સ્થળ તથા સરકારી કચેરી ખાતે Educational સંવાદ •Community Awareness Events by Role Play

ઉક્ત પ્રવૃત્તિઓ સાથે તમામ તરુણીઓનું વજન ,ઊંચાઈ કરી આરોગ્ય વિષયક સંભાળ લઇ સમતોલ આહાર અને તરુણાવસ્થામાં લેવાની થતી આરોગ્ય કાળજી સાથે સેનેટરી પેડનું વિનાંમુલ્યે વિતરણ કરાયું. તેમજ સરકારશ્રીનાં પ્રોગ્રામો વિવિધ યોજનાઓ વિશે વિગતવાર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. આયુષ્યમાન આરોગ્ય મંદિર-પાલ્લાના કોમ્યુનિટી હોલ ખાતે તમામ તરુણીઓને શીંગ-ચણા સાથે પોષણથી ભરપુર પૌઆનો નાસ્તો કરાવવામાં આવ્યો.

આમ ઉપરોક્ત “માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી”નું સફળ આયોજન માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી, માન.આરસીએચ અધિકારી સાહેબશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અને પીએચસીનાં મેડિકલ ઓફિસરશ્રીની રાહબરી હેઠળ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આયુષ મેડિકલ ઓફિસરશ્રી, ર્સ્ટાફ નર્સ ,ફી.હે.વ.,મ.પ.હે.વ.,આશા બહેનો દ્વારા કરવામાં આવ્યું.આ કાર્યક્રમ દ્વારા માસિક સ્વચ્છતા વિશેની ગેરમાન્યતા,અંધશ્રદ્ધાઓને દૂર કરી એક સ્વચ્છ, સ્વસ્થ અને સજાગ સમાજ બનાંવાનો સંદેશો આપવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande