પાટણમાં બ્રાંચ મેનેજર અને મહિલા, સહકર્મચારી પર પરિવારજનોનો હુમલો
પાટણ, 1 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં ચાણસ્મા નાગરિક બેંક નજીક એક ફાઈનાન્સ કંપનીના બ્રાંચ મેનેજર અને તેમની મહિલા સહકર્મચારી પર હુમલાની ઘટના બની છે. બ્રાંચ મેનેજર પોતાની સહકર્મચારીને ઘરે મૂકી આપવા લઈ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી બલેનો કારે તેમની બાઈકને ટ
પાટણમાં બ્રાંચ મેનેજર અને મહિલા સહકર્મચારી પર પરિવારજનોનો હુમલો


પાટણ, 1 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં ચાણસ્મા નાગરિક બેંક નજીક એક ફાઈનાન્સ કંપનીના બ્રાંચ મેનેજર અને તેમની મહિલા સહકર્મચારી પર હુમલાની ઘટના બની છે. બ્રાંચ મેનેજર પોતાની સહકર્મચારીને ઘરે મૂકી આપવા લઈ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી બલેનો કારે તેમની બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે બાઈક સ્લીપ થતાં બંને રસ્તા પર પડી ગયા.

બલેનોમાંથી મેઈનેજરની પત્ની, સાળો અને મામા સસરા બહાર નીકળ્યા હતા. તેમને મેનેજર અને સહકર્મચારી વચ્ચે સંબંધ હોવાનો વહેમ હતો. ત્યારબાદ ત્રણેયે હુમલો કર્યો. મામા સસરા અને સાળાએ ધોકાથી મેનેજરને માર્યા, જ્યારે પત્નીએ તેમના માથામાં ઈંટ મારી. પત્નીએ મહિલા સહકર્મચારીના વાળ ખેંચ્યા અને કપાળ પર ઈંટ મારી હતી તેમજ ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે ટ્રાફિક જામ થયો અને લોકો એકઠા થયા. આરોપીઓ ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મેનેજરે પત્ની, સાળા અને મામા સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, તેમનાં લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા અને તેમને બે દીકરીઓ છે. પત્ની દ્વારા દીકરીને દત્તક આપવા ઇનકાર કર્યા બાદ પરિવારમાં વિખવાદ થયો હતો. પત્ની પિયર ચાલતી ગઈ હતી અને મહેસાણા કોર્ટમાં ભરણ પોષણનો દાવો તથા પાટણ કોર્ટમાં છૂટાછેડાની અરજી આપી હતી, જે કેસ હાલમાં ચાલી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande