ઓપરેશન શિલ્ડ અન્વયે ગાંધીનગરના લેકાવાડા વિસ્તારમાં રાત્રે સંપૂર્ણ બ્લેક આઉટ કરાયું
ગાંધીનગર, 1 જૂન (હિ.સ.) : ઓપરેશન શીલ્ડ અંતર્ગત ગાંધીનગરના લેકાવાડા ગામ ખાતે તા. 31 મે ના રોજ રાત્રે 08:00 થી 08:30 વાગ્યા સુધી એટલે કે, 30 મિનિટ સુધી બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. આ બ્લેકઆઉટ એક્સરસાઇઝ (અંધારપટ) ના ભાગરુપે ગાંધીનગરના લેકાવાડા ગામન
લેકાવાડા


ગાંધીનગર, 1 જૂન (હિ.સ.) : ઓપરેશન શીલ્ડ અંતર્ગત ગાંધીનગરના લેકાવાડા ગામ ખાતે તા. 31 મે ના રોજ રાત્રે 08:00 થી 08:30 વાગ્યા સુધી એટલે કે, 30 મિનિટ સુધી બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.

આ બ્લેકઆઉટ એક્સરસાઇઝ (અંધારપટ) ના ભાગરુપે ગાંધીનગરના લેકાવાડા ગામના નાગરિકોએ ઘર, વ્યવસાયના સ્થળો સહિતની જાહેર જગ્યાઓ પર લાઇટ બંધ રાખી હતી. ઉપરાંત એરફોર્સ કેમ્પસ, વાયુ શક્તિ નગર, બી.એસ.એફ કેમ્પસ તથા કોસ્ટ ગાર્ડ લેકાવાડા ખાતે પણ સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન શીલ્ડ અંતર્ગત તકેદારીના ભાગરુપે બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજી નાગરિકોને જાગૃત્ત તેમજ ઓપરેશન શિલ્ડ અને તેના મહત્વ અને જરુરીયાત બાબતે લોકોને માહિતગાર કરવા માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande