વડોદરામાં કંપનીઓમાંથી કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ, રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે
વડોદરા, 1 જૂન (હિ.સ.)-વડોદરા જિલ્લામાં પોર GIDC અને આસપાસની વિવિધ કંપનીઓમાંથી કોપર ચોરી કરતી ગેંગનો ભંડાફોડ થયો છે. વરણામા પોલીસે ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી કોપરનો જથ્થો, એક રિક્ષા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 1.62 લાખની ચોરી
Vadodara


વડોદરા, 1 જૂન (હિ.સ.)-વડોદરા જિલ્લામાં પોર GIDC અને આસપાસની વિવિધ કંપનીઓમાંથી કોપર ચોરી કરતી ગેંગનો ભંડાફોડ થયો છે. વરણામા પોલીસે ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી કોપરનો જથ્થો, એક રિક્ષા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 1.62 લાખની ચોરી પકડી પાડવામાં આવી છે.

અત્યારે મળતી માહિતી અનુસાર, ઉટીયા ગામની સીમ વિસ્તારમાં આવેલા આત્મીય ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સાક્ષી ટ્રાન્સફોર્મર પ્રા.લી. કંપનીમાં શટર ઊંચું કરી ચોરી કરવામાં આવી હતી. કંપનીમાંથી કોપર વાયન્ડિંગ અને કોપર તારના બોબીન ચોરી કરી ગયાનું સામે આવ્યું હતું. ફરિયાદના આધારે વરણામા પોલીસે તપાસ શરૂ કરી હતી.

જાહેરાત મળ્યા બાદ વરણામા બસ સ્ટેન્ડ પાસે એક શંકાસ્પદ રિક્ષાને રોકવામાં આવી, જેમાં બેસેલા પાંચ શખ્સોની પૂછપરછ કરતાં તેઓએ કોપર ચોરીની કબૂલાત આપી. પોલીસે પપ્પુ દીતાભાઈ ડામોર, સતીષ બાબુભાઈ ડામોર, તેજમલ બહાદુર ડામોર, ભીમરાજ છગનલાલ પરમાર અને રિક્ષા ચાલક કૃષ્ણા વિજય ગોદડીયાની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે.

આ સિવાય ભંગારનો વેપારી ગોપાલ શંકરભાઈ સામરીયાની પણ ધરપકડ કરવામાં આવી છે, જે ચોરાયેલ કોપર ખરીદતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા કિશોરો વિશે પણ માહિતી એકત્ર કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande