સુરત, 1 જૂન (હિ.સ.)-સુરતમાં મોડેલ આંચલસિંહની કાર સળગાવવાના ગુનામાં, મુખ્ય આરોપી મિતેશ જૈનને પોલીસે ઝડપી લીધો છે. અગાઉ ધરપકડ થયેલા તેના સાથી તનિશ જૈન અને સચ્ચુ રાયની પૂછપરછ દરમિયાન મિતેશની સંડોવણીની પુષ્ટિ થયા બાદ પોલીસે તેને દબોચી લીધો છે.
આંચલસિંહે મિતેશ સાથે સંબંધ તોડ્યા બાદ આરોપીએ અંતર્યાળ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. મારી નહીં તો કોઈની નહીં જેવી ધમકી સાથે તેણે આંચલ પર એસિડ એટેક અને જીવલેણ હુમલાની ચીમકી આપી હતી. આરોપીએ તેના રુટના અભ્યાસ માટે કારમાં ગુપ્ત રીતે GPS સિસ્ટમ લગાવી હતી અને તેના પરિવારમાં અન્ય લોકોની વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે ફટાફટ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટના શહેરના વિખ્યાત વેસુ વિસ્તારમાં બની હતી, જ્યાં મોડેલની મોંઘી મર્સિડીઝને જાણી જોઈને સળગાવી દેવામાં આવી હતી. હાલ પોલીસે મિતેશ સહિત તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે