પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ, 48 સમરસ બન્યા
પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં આગામી 22 જૂને કુલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાંથી 70 પંચાયતોની પેટા ચૂંટણીઓ અને 310 સામાન્ય ચૂંટણીઓ છે. નોંધનીય છે કે ચૂંટણી પહેલાં જ જિલ્લાના 48 ગ્રામ પંચાયતો સમરસ બની ગઈ છે, જે ભાઈચારા અને વિકા
પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ, 48 સમરસ બન્યા


પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ, 48 સમરસ બન્યા


પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ, 48 સમરસ બન્યા


પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં આગામી 22 જૂને કુલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાંથી 70 પંચાયતોની પેટા ચૂંટણીઓ અને 310 સામાન્ય ચૂંટણીઓ છે. નોંધનીય છે કે ચૂંટણી પહેલાં જ જિલ્લાના 48 ગ્રામ પંચાયતો સમરસ બની ગઈ છે, જે ભાઈચારા અને વિકાસલક્ષી અભિગમનો પ્રતિબિંબ છે.

સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સરપંચ પદ માટે 1287 અને સભ્ય પદ માટે 3504 ફોર્મ ભરાયા હતા. જ્યારે પેટા ચૂંટણી માટે 70 પંચાયતોમાં સરપંચ પદ માટે 19 અને સભ્ય પદ માટે 38 ફોર્મ નોંધાયા છે. આજે 10 જૂને ફોર્મ ચકાસણી થશે અને 11 જૂન સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

પાટણ તાલુકામાં 15 ગ્રામ પંચાયતો સહિત સૌથી વધુ ગામો સમરસ બન્યા છે. ભદ્રાડા, દિગડી, રાજપુર, કામલીવાડા, ડેરાસણા અને અન્ય ગામો તેમાં શામેલ છે. ચાણસ્મામાં 3, સમીમાં 7, સારસ્વતીમાં 6, સાંતલપુરમાં 6, હારિજમાં 8, રાધનપુર, સિદ્ધપુર અને શંખેશ્વરમાં એક-એક ગ્રામ પંચાયત સમરસ બની છે.

પાટણ તાલુકાના ખાસ ઉદાહરણમાં ભદ્રાડા ગામે તમામ પદો માટે મહિલાઓ બિનહરીફ ચૂંટાઇ આવી છે અને સંપૂર્ણ મહિલા સમરસ પંચાયત બની છે. નાના રામણદા ગામ 1960થી સમરસ બનતું રહ્યું છે. રાજપુર, ડેરાસણા અને બાદિપુર જેવા ગામોમાં પણ સર્વસંમતિથી પંચાયતો રચાઈ છે.

જ્યાં સમરસ ના બની ત્યાં ચૂંટણી માટે રસપ્રદ હલચાલ જોવા મળી રહી છે. રૂની ગામમાં સરપંચ માટે 3 ઉમેદવારો છે, સંખારીમાં 30થી વધુ ઉમેદવારો વોર્ડ માટે મેદાનમાં છે. અનાવાડા, ધાયણોજ અને ખારી વાવડી જેવા ગામોમાં પણ ચુંટણીમાં ભારે સ્પર્ધા જોવા મળવાની સંભાવના છે.

આ વર્ષે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગામડાઓએ વિકાસમૂલક દૃષ્ટિકોણ અપનાવ્યો છે અને મોટાભાગની પંચાયતોમાં સમરસતા માટે પ્રયાસ કરાયો છે. પરિણામે 48 પંચાયતો મતદાન પહેલા જ સમરસ બની ગઈ છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande