પોરબંદરમાં કાર ચાલકે બે લોકોને હડફેટે લીધા.
પોરબંદર, 14 જૂન (હિ.સ.)પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં કારના ચાલકે પોતાની કાર બેફીકરાઈથી પોતાની કાર રિવર્સમાં લઈ યુવાન અને તેમના દાદીને હડફેટ લઈ ઈજા પહોંચાડી હતી તેમજ મોટરસાયકલને પણ હડફેટ લઈ નુકશાન પહોંચાડયુ હતુ.પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં કાર
પોરબંદરમાં કાર ચાલકે બે લોકોને હડફેટે લીધા.


પોરબંદર, 14 જૂન (હિ.સ.)પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં કારના ચાલકે પોતાની કાર બેફીકરાઈથી પોતાની કાર રિવર્સમાં લઈ યુવાન અને તેમના દાદીને હડફેટ લઈ ઈજા પહોંચાડી હતી તેમજ મોટરસાયકલને પણ હડફેટ લઈ નુકશાન પહોંચાડયુ હતુ.પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં કાર નં- નં GJ-25-J-8070ના ચાલકે પોતાની કાર બેફીકરાઈથી ચાલવી રીવર્સ લેતી વેળા આ વિસ્તારમાં રહેતા અને ઘર પાસે ઓટલા પર બેઠેલા ભાવેશ નરેશભાઈ પરમાર અને તેમના દાદી અમરીબેનને હડફેટ લઈ ઈજા પહોંચાડી હતી તેમજ ઘર નજીક પડેલા મોટરસાયકલને પણ નુકશાન પહોંચાડયુ હતુ અકસ્માત સર્જીને કારનો ચાલક નાશી છુટયો હતો આ બનાવ અંગે ભાવેશ પરમારે કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande