પાટણ, 15 જૂન (હિ.સ.)શનિવારે પાટણ શહેરમાં સવારથી ભારે ઉકળાટ અને બફારાભર્યું વાતાવરણ હતું. આકાશમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં પવન ન હતો, જેના કારણે લોકોને સખત ગરમીનો સામનો કરવો પડ્યો હતો.
રાત્રે પવન શરૂ થયા પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોમાં રાહતનો અહેસાસ થયો હતો.
વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બાળકોને વરસાદમાં ભીના થવાનો આનંદ મળ્યો હતો. આ વરસાદથી પાટણ શહેર અને જિલ્લામાં વસવાટ કરતાં લોકોને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર