પોરબંદર, 14 જૂન (હિ.સ.)આજના સમયમા સાયબરફ્રોડની સાથે નોકરી અને ઈનામની લાલચ આપીને છેતરપીંડીના કિસ્સા સામે આવી રહ્યા છે પોરબંદરના સીમાણી ગામે રહેતા એક યુવાનને અમેરીકન ડોલરનુ ઇનામ લાગ્યુ છે તેમ કહી અને રૂ. 44,12,400ની છેતરપીંડી કરવામાં આવી છે.છેતરપીંડી કરનાર મુંબઇના મહિલા વિરૂધ્ધ ફરીયાદ નોંધવામા આવી છે.
પોરબંદરના સીમાણી ગામે રહેતા કાનાભાઈ રણમલભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે કે તેમના નાનાભાઈ રાજાભાઇને મુંબઇ ખાતે રહેતા શખ્સ પ્રતિભા જગદિશ નામની મહિલાએ તમને યુ.એસ.એ માંથી એ.ટી.એમ કાર્ડ વેલ્યુ તરીકે 25 કરોડ અમેરીકન ડોલરનુ ઇનામ લાગ્યુ છે તેમ કહી ત્રણ કરોડની રકમ છુટ્ટી કરવા માટે રાજાભાઇ પાસેથી રૂ. 44,12,400ની રકમ ખંખેરી લીધી હતી અને તેમની સાથે છેતરપીંડી કરવામા આવી હતી આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya