સુરત, 14 જૂન (હિ.સ.)-સુરતના સીમાડા ચેક પોસ્ટ પાસેથી, સારોલી પોલીસે ગત બપોરે નવસારીના યુવાનને 565 ગ્રામ અફીણ સાથે ઝડપી લીધો છે. આ યુવાન, જે મહાકાળી હેર આર્ટ નામક સલૂન ચલાવતો હતો, તે રાજસ્થાનનો રહીશ છે અને પોતે અફીણનો નશો કરતો હતો.
અફીણનો જથ્થો બાડમેરના રમેશ ફગલુ રામ પાસેથી લાવ્યો હતો, જ્યારે તે પોતાની વતનથી પેટે લઈને આવ્યો હતો. પોલીસને બાતમી મળતા, જેશારામ માંગીલાલ નાઇ (ઉ.વ.47, પ્રભાકુંજ સોસાયટી, નવસારી) ને 565 ગ્રામ અફીણ અને એક મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો.
પોલીસે તેની પાસેથી કુલ રૂ. 1.79 લાખના મુદ્દામાલ કબજે કર્યા છે અને વધુ પુછપરછ ચાલુ છે. સાથોસાથ, રમેશ ફગલુ રામને પકડવા માટે સર્ચ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે