પાટણમાં સહકારી સંસ્થાઓની સામાન્ય સભા: વિકાસની દિશામાં નવુ પગથિયું
પાટણ, 15 જૂન (હિ.સ.)પાટણમાં પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને ધિ રણુંજ નાગરિક સહકારી બેંકની સામાન્ય સભાઓ યોજાઈ હતી, જેમાં બંને સંસ્થાઓના વાર્ષિક હિસાબો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. સભાના ભાગરૂપે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અન
પાટણમાં સહકારી સંસ્થાઓની સામાન્ય સભા: વિકાસની દિશામાં નવુ પગથિયું


પાટણ, 15 જૂન (હિ.સ.)પાટણમાં પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને ધિ રણુંજ નાગરિક સહકારી બેંકની સામાન્ય સભાઓ યોજાઈ હતી, જેમાં બંને સંસ્થાઓના વાર્ષિક હિસાબો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. સભાના ભાગરૂપે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમરસ પંચાયતના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓનો વિકાસ મજબૂત વહીવટદારો દ્વારા શક્ય બને છે. તેમણે સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોને વિકાસ માટે રૂ. 2.5 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. તાલુકા સંઘના પ્રમુખ દશરથ પટેલે જણાવ્યું કે બિન સિઝનમાં 2000 ટન ખાતરનો સ્ટોક રાખવામાં આવે છે અને સંઘે 2014થી લોકર સુવિધા શરૂ કરી છે. હાલ નવો સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

રણુંજ નાગરિક સહકારી બેંકની 54મી સાધારણ સભામાં માહિતી આપવામાં આવી હતી કે બેંકની ડિપોઝિટ 2004માં 19 કરોડ હતી, જે આજે વધીને 200 કરોડ પર પહોંચી છે. બેંકનું વાર્ષિક NPA માત્ર 0.14% છે, જે ગુજરાતમાં સૌથી ઓછું છે. બેંક ડિપોઝિટના 70% સુધી લોન આપે છે અને હાલમાં પાંચ શાખાઓ કાર્યરત છે. આગામી એક વર્ષમાં અમદાવાદમાં નવી શાખા શરૂ થવાની સંભાવના છે.

આ બેઠકમાં રણુંજ બેંકના ચેરમેન નિલેશ ઓઝા સહિત બેંકના સ્ટાફ, મેનેજરો, સહકારી આગેવાનો, ખેડૂત મિત્રો, ડિરેક્ટરો, વેપારીઓ અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande