
પોરબંદર, 16 જૂન (હિ.સ.)સરકારી પોલીટેકનીક, પોરબંદર ખાતે વર્ષ 2025 -26માં ડીપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની માહિતી અંગે સેમીનારનું આયોજન કરવામાં આવેલુ છે. આગામી 18 જૂન 2025 (બુધવાર)ના રોજ સેમીનાર હોલ, બ્લોક બી, સરકારી પોલીટેકનિક, પોરબંદર ખાતે સવારે 11:00 કલાકે વિદ્યાર્થી અને વાલીઓનાં ડીપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાને લગતાં પ્રશ્નોનાં નિરાકરણ માટે ACPDC, અમદાવાદ ના ઉપક્રમે પ્રવેશ સમિતિના અધિકારીઓ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.આ સેમિનારમાં પ્રવેશ પ્રક્રિયાને લગતી સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે તેથી વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ શરૂ થવાનાં 15 મિનીટ પહેલાં સ્થળ પર હાજર રહેવા સરકારી પોલીટેકનીક, પોરબંદરના આચાર્યની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya