લાયન્સ-લીઓ ક્લબ દ્વારા હરિઓમ ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિ
પાટણ, 15 જૂન (હિ.સ.)પાટણની લાયન્સ-લીઓ ક્લબ દ્વારા અનાવાડા ગામે આવેલી હરિઓમ ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. ક્લબ દ્વારા ગૌશાળાને રૂ. 31 હજારની સમર્પણ નિધિ અર્પણ કરવામાં આવી હતી, જેને સૌને પ્રશંસનીય ગણાવ્યું હતું. જીવદયા પ્રેમી પટેલ ડાહ્ય
લાયન્સ-લીઓ ક્લબ દ્વારા હરિઓમ ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિ


પાટણ, 15 જૂન (હિ.સ.)પાટણની લાયન્સ-લીઓ ક્લબ દ્વારા અનાવાડા ગામે આવેલી હરિઓમ ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. ક્લબ દ્વારા ગૌશાળાને રૂ. 31 હજારની સમર્પણ નિધિ અર્પણ કરવામાં આવી હતી, જેને સૌને પ્રશંસનીય ગણાવ્યું હતું.

જીવદયા પ્રેમી પટેલ ડાહ્યા હેમરાજ પરિવારના સૌજન્યથી ગૌશાળામાં આશ્રય પામેલા પશુઓને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ગૌમાતાઓ માટે ઉન્નત જતન અને આહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સેવાકીય પ્રોજેક્ટને સફળ બનાવવામાં ક્લબના પ્રમુખ બ્રિજેશ પટેલ અને મંત્રી પરીન પંચીવાલાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રીજીયન ચેરપર્સન નટવરસિંહ ચાવડા, ઉપપ્રમુખ નિકુલ ચુનાવાલા, અમિષ મોદી, મૌલિક ઠક્કર, પૂર્વપ્રમુખ ગૌરવ મોદી, લીઓ પ્રમુખ આશિષ પટેલ અને લીઓ મંત્રી ચિરાગ પ્રજાપતિ સહિતના સભ્યોએ પણ કાર્યમાં સક્રિય સહભાગીતા નોંધાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande