કડછ ગામે જુગાર રમી રહેલા 3 શખ્સો ઝડપાયા
પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદરના કડછ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા 3 શખ્સોને માધવપુર પોલીસે દબોચી લીધા હતા. પોલીસે ઝડપાયેલા 3 શખ્સો પાસેથી 15 હજાર થી વધુનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘેડ પંથકમાં જુગારના દુષણને નાબૂદ કરવા માધવપુ
કડછ ગામે જુગાર રમી રહેલા 3 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદરના કડછ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા 3 શખ્સોને માધવપુર પોલીસે દબોચી લીધા હતા. પોલીસે ઝડપાયેલા 3 શખ્સો પાસેથી 15 હજાર થી વધુનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘેડ પંથકમાં જુગારના દુષણને નાબૂદ કરવા માધવપુર પોલીસે જુગારીઓ સામે લાલઆંખ કરી છે. ઘેડ પંથકના કડછ ગામની મકોડી સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી માધવપુર પોલીસને મળતા પોલીસે મકોડી વિસ્તારમાં રેડ કરતા જુગાત રમી રહેલ 1) કાના હાજાભાઈ જાડેજા 2)નાગા લીલાભાઈ પરમાર 3) કારા ભીખાભાઈ કડછા નામના શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે ઝડપાયેલા 3 શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.15,790 નો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande