ગોસા ગામે કુવા માંથી નીલગાય નું રેસ્ક્યુ કરાયું
પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ) ગામે સીમમાં કૂવામાં એક નીલ ગાય (રોજડું) અચાનક પથ્થરની વંડી ઠેક્તા અને વંડીની બાજુમાં જ કુવો આવેલ હોય તેથી તેમાં પડી ગયેલું. ત્યારે ગામના જ ખેડૂત પુત્ર ગાંગા મેરખીભાઈ આગઠ પોતાના પશુઓને ચરાવવા સમીમમા
ગોસા ગામે કુવા માંથી નીલગાય નું રેસ્ક્યુ કરાયું.


ગોસા ગામે કુવા માંથી નીલગાય નું રેસ્ક્યુ કરાયું.


પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ) ગામે સીમમાં કૂવામાં એક નીલ ગાય (રોજડું) અચાનક પથ્થરની વંડી ઠેક્તા અને વંડીની બાજુમાં જ કુવો આવેલ હોય તેથી તેમાં પડી ગયેલું. ત્યારે ગામના જ ખેડૂત પુત્ર ગાંગા મેરખીભાઈ આગઠ પોતાના પશુઓને ચરાવવા સમીમમાં પણ ગયેલ ત્યારે રસ્તામાં જ એક કૂવામાં કઈક આવાજ આવતા તેઓએ વંડી ની બાજુમાં જઈ ને જોયું તો એક નીલ ગાય(રોઝડું) કૂવામાં પડી ગયેલ હોય કૂવામાં પાણીમાં આમતેમ ફરી બહાર નીકળવા મથતું હતું. પરંતુ કુવો ઊંડો હોય અને પાણી હોવાથી બહાર નીકળી શકતું ન હતું. ત્યારે તેમણે તેમના પાસે રહેલ મોબાઈલ ફોન નો સદઉપયોગ કરી તેનો વિડિયો ઉતારી ગામમાં તેમના ગ્રુપમાં મોકલ્યો. અને બીજી બાજુ ગામના જીવદયા પ્રેમી વિરમભાઈ આગઠ ને રૂબરૂ મળીને કૂવામાં પડેલ રોઝડાની સઘળી હકીકત કહેલ. ત્યારે વિડિયો જોઈ ને ગામના ઉપસરપંચ પોલાભાઈ આગઠે અને જીવદયા પ્રેમી વિરમભાઇ આગઠએ બનાવવાળી જગ્યાએ જઈ ખરાઈ કરતા કૂવામાં નીલગાય (રોઝડુ) પાણીમાં મોઢું ઊંચું રાખીને બહાર નીકળવા ની કોશિશ કરતું હતું. પરંતુ નીકળી શકાય તેવી પોઝિશન નથી.

ત્યારે ઉપ સરપંચ પોલાભાઈ અને જીવદયા પ્રેમી વિરમભાઈ આગઠ આ બને જાગૃત વ્યક્તિઓએ પોરબંદર વનવિભાગના સતાવાળા ઓ ને જાણ કરતા વનવિભાગના ચોબારી બિટના ગાર્ડ ભાવેશ પિંચાડિયા, વન વિભાગના ડો. વિજય ખુંટી, આ વિસ્તાર તમનેમાં ન આવતો હોવા છતાં ફરજનિષ્ઠ રાતીયા બીટના લેવર ફોર ગાર્ડ કર્મી જેઠાભાઈ ઓડેદરા, તેમના પુત્ર ભરતભાઈ સહિતની ટીમ ગોસા(ઘેડ) ગામે કૂવામાં પડેલ રોજડા ના બનાવવાળી જગ્યાએ વાહન લઈ ને તુરંત જ આવી ગયા હતા. અને કોઈ પણ જાતની ઈજા વગર ઊંડા કૂવામાંથી આબાદ નીલગાય (રોઝડા) ને બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande