બાલીસણા પાસે નાળું ભરાતા ચોમાસામાં પાણી ભરાવાની ચિંતા
પાટણ, 16 જૂન (હિ.સ.)પાટણ-ઊંઝા ફોરલેન રોડ પર બાલીસણા ગામેથી ડેર ગામ તરફ જતા માર્ગે આવેલા બે વરસાદી નાળાઓમાંથી એક નાળું હાલ કાદવ અને કીચડથી પૂરાઈ ગયું છે. આ અંગે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણ
બાલીસણા પાસે નાળું ભરાતા ચોમાસામાં પાણી ભરાવાની ચિંતા


પાટણ, 16 જૂન (હિ.સ.)પાટણ-ઊંઝા ફોરલેન રોડ પર બાલીસણા ગામેથી ડેર ગામ તરફ જતા માર્ગે આવેલા બે વરસાદી નાળાઓમાંથી એક નાળું હાલ કાદવ અને કીચડથી પૂરાઈ ગયું છે.

આ અંગે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, જો આવનારા ચોમાસામાં ભારે વરસાદ થશે તો પાણીનો નિકાલ યોગ્ય રીતે નહીં થાય અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન (સ્ટેટ) પેટા વિભાગ, સિદ્ધપુરને રજૂઆત કરવામાં આવી છે. તેમને પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે નાળાની સફાઈ તાત્કાલિક હાથ ધરવાની વિનંતી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande