ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) વેરાવળ ધો. 12 સાયન્સ પછીનાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દેશભરમાં નીટ ( નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામાં આવી હતી.જેનું પરીણામ જાહેર થયેલ. નીટમાં દેશના ટોપ 10માં બે વિદ્યાર્થી સહિત પ્રથમવાર ગુજરાતના 9 વિદ્યાર્થી દેશના ટોપ 100 રેન્કમાં આવ્યા છે.
જેમાં દર્શન સાયન્સ સ્કુલનો વિદ્યાર્થી થાનકી હિમાંક હિરેનભાઇ NEET ની પરીક્ષામાં 700 માંથી 557 ગુણ મેળવી 99.57 % સાથે ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. થાનકી હિમાંકને પુછતાં જણાવેલ કે, તેમના માતા-પિતા વેરાવળના નામાંકિત આંખના સર્જન છે.તેમની રોજની 10-12 કલાકની મહેનત અને આ સફળતા પાછળ તમામ સ્ટાફગણના માર્ગદર્શન તેમજ માતા-પિતાનો સહકાર મળેલ જેના દ્વારા, આ ઝળહળતું પરિણામ મેળવેલ. આગળ હવે તેમને હવે ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી ડોક્ટર બનવું છે.
ત્યારબાદ ઓઝા સુદંશુ રાજાકિશોરભાઇ એ, 508 ગુણ અને 98.01 % સાથે દ્રિતિય નંબર મેળવેલ છે. સુધાંશુંને પુછતા જાણવા મળેલ કે, તેમના પિતા ABPS સ્કુલમાં શિક્ષક છે. તેમજ માતા ગૃહિણી છે. તેમની રોજની 10-12 કલાકની મહેનત અને તમામ સ્ટાફગણના માર્ગદર્શન દ્વારા, આ પરિણામ મેળવેલ. તેમને આગળ હવે MBBS માં પ્રવેશ મેળવી ડોક્ટર બનવું છે.દર્શન સ્કુલનાં પ્રમુખ વિઠ્ઠલાણી સાહેબે તથા તમામ સ્ટાફગણે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ અને ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ