જૂનાગઢ 16 જૂન (હિ.સ.)વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂનના રોજ મતદાન થનાર છે, ત્યારે બુથ લેવલ ઓફિસર દ્વારા ૯૮.૬૯ ટકા વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.
૮૭ - વિસાવદર વિધાનસભા મતવિસ્તારના કુલ -૨૬૧૧૧૦ મતદારોની મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરી પ્રાંત અને ચૂંટણી અધિકારી શ્રી સી.પી. હિરવાણીયાને સોંપવામાં આવી હતી. જે વિસાવદર વિધાનસભા મત વિભાગ તમામ બુથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ દ્વારા તા.૯.૬.૨૦૨૫ થી તા.૧૪.૬.૨૦૨૫ સુધીમાં ૯૮.૬૯ ટકા વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, મતદાર માહિતી કાપલીથી મતદારોને મતદાન કરવામાં વધુ સરળતા રહે છે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી,જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ