જુનાગઢ 16 જૂન (હિ.સ.) માણાવદર બસ સ્ટેશન પાછળ આવેલ રાધાનગર વિસ્તારમાં આવેલ ખંઢેર પડતર મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન કુલ-૨૮૦ કિ.રૂ.૩,૦૧,૯૦૦/- તથા મો.ફોન-૧ કિ.રૂ.૧૦૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૪૨,૯૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ એ શોધી કાઢ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ