વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે EVM - VVPATની કમિશનિંગની કામગીરી પૂર્ણ, રિઝર્વ EVM - VVPAT મતદાન માટે સુસજ્જ કરાયા
જૂનાગઢ 16 જૂન (હિ.સ.)જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઈવીએમ કમિશનિંગ એટલે કે, EVM - VVPATને મતદાન પ્રક્રિયા માટે સુસજ્જ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. વિસાવદરના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેના સ્ટ્રોંગ રૂમ ખાતે પ્રાંત અને
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે EVM - VVPATની કમિશનિંગની કામગીરી પૂર્ણ, રિઝર્વ EVM - VVPAT મતદાન માટે સુસજ્જ કરાયા


જૂનાગઢ 16 જૂન (હિ.સ.)જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઈવીએમ કમિશનિંગ એટલે કે, EVM - VVPATને મતદાન પ્રક્રિયા માટે સુસજ્જ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

વિસાવદરના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેના સ્ટ્રોંગ રૂમ ખાતે પ્રાંત અને ચૂંટણી અધિકારી સી.પી.હિરવાણીયા, મદદનીશ ચૂંટણી અધિકારી પુરોહિત, હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ચૂંટણી પંચના અધિકૃત ૨ ઈજનેરશ્રીઓ અને માસ્ટર ટ્રેનરની સહાયતાથી EVM - VVPATની તા.૧૩ -૬-૨ ૦૨૫ના રોજ કમિશનિંગ શરૂ કરવામાં આવી હતી. જે આજ રોજ પૂર્ણ થઈ છે.

ઇવીએમ કમિશનિંગને સરળ ભાષામાં જાણીએ તો, મતદાન કરવા માટે EVM - VVPATને સુસજ્જ કરવા. જેમાં બેલેટ યુનિટમાં બેલેટ પેપર સેટ કરવામાં આવે છે, ઉપરાંત ઇવીએમમાં બેટરી સેટ કરવી, ઇવીએમ અને VVPATમાં એડ્રેસ ટેગ લગાડવા, સાથે જ પિંક પેપર સીલ લગાડવું વગેરે પારદર્શક રીતે કમિશનિંગની કામગીરી કરવામાં આવે છે.

આ સમગ્ર કામગીરી ચૂંટણી અધિકારી ની દેખરેખ અને વિડીયોગ્રાફી હેઠળ કરવામાં આવે છે. જેથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા જળવાઈ રહે.

EVM - VVPAT મતદાન માટે સુસજ્જ કરાયા બાદ ઈવીએમમાં મોકપોલ પણ કરવામાં આવ્યો હતો. એટલે કે, પ્રત્યેક EVM - VVPAT દ્વારા વોટ નાખી ચેક કરવામાં આવે છે. ઉપરાંત કુલ ઇવીએમના ૫ ટકા ઇવીએમમાં નિયમ મુજબ મતો નાખીને જરૂરી ખરાઈ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande