પોરબંદરના યુવાનનો ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢતી કમલાબાગ પોલીસ.
પોરબંદર, 16 જૂન (હિ.સ.)પોરબંદર ના રેલવેસ્ટેશન પર યુવાનનો મોબાઈલ ગુમ થતા, યુવાને કમલાબાગ પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીની મિનિટોમાં મોબાઈલ શોધી કાઢ્યો હતો. પોરબંદર શહેરના નવા ફુવારા નજીક રહેતા નીરવ કૈલાશભાઈ ચાંગેલા નડિયાદ થી પોરબંદર ટ્રેનમાં આવી રહ્ય
પોરબંદરના યુવાનનો ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢતી કમલાબાગ પોલીસ.


પોરબંદર, 16 જૂન (હિ.સ.)પોરબંદર ના રેલવેસ્ટેશન પર યુવાનનો મોબાઈલ ગુમ થતા, યુવાને કમલાબાગ પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીની મિનિટોમાં મોબાઈલ શોધી કાઢ્યો હતો.

પોરબંદર શહેરના નવા ફુવારા નજીક રહેતા નીરવ કૈલાશભાઈ ચાંગેલા નડિયાદ થી પોરબંદર ટ્રેનમાં આવી રહ્યા હતા તે દરમિયાન પોરબંદર રેલવેસ્ટેશન ખાતે ઊતરતા સમયે યુવાનનો મોબાઈલ ગુમ થતા નિરવે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.પોલોસે ગણતરીની મિનિટોમાં 34,999 રૂપિયાનો ગુમ થયેલ ફોન શોધી કાઢ્યો હતો.કમલાબાગ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ યુવાનને પરત સોંપ્યો હતો.યુવાને કમલાબાગ અને પોરબંદર પોલીસનો આભાર માન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande