પોરબંદર, 16 જૂન (હિ.સ.) : રાણાવાવ વિસ્તારમાં પી.જી.વી.સી. એલ કચેરીના કાર્યપાલક ઈજનેર અને અમુક કર્મચારીઓના ત્રાસ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતોને અત્યારે પિયતની ખાસ જરૂરિયાત હોઈ દિવસના આપવાની થતી લાઈટ પણ રાત્રે આપે છે. અધિકારીઓ સાંજે એરકન્ડિશન્ડમાં સુઈ જાય છે જ્યારે દિવસના કાપ મુકેલ વીજળી રાત્રે આપશે તેવું વિચારી ખેડૂતો રાત-ઉજાગરા કરે અને પાણીની મોટર ચાલુ કરી ખેતરમાં પહોંચે ત્યાં લાઈટ કપાઈ જાય અને રાત્રે માણસોએ રીપેરીંગ માટે આવું તો દૂરની વાત છે પણ ફોન ઉપાડવાનો પણ સમય હોતો નથી. આ રીતે લોકો હેરાન પરેશાન થતા હોઈ છે.
હાલમાં વરસાદ પણ નથી છતા વીજળી ગુલ રહેવાની ફરિયાદ લોકો દ્વારા કરવામા આવેલ તેમ છતાં પી.જી.વી.સી.એલ.ની કચેરીએથી વડા સાહેબ અને કર્મચારીઓને કોઈ ફરક પડતો નથી. 2020 ના સમયથી લો-વોલ્ટેજના પ્રશ્નો રાણાવાવ સીટીમાં છે. પ્રિ મોન્સૂન કામગીરી માટે સરકારની સૂચના હોવા છતાં કુંભકર્ણ નિંદ્રામાં સુતેલુ પી.જી.વી.સી.એલ તંત્ર કોઈ કામગીરી કરતું નથી. જ્યારે ચોમાસામાં થોડો ઘણો વરસાદ પડતાની સાથે જ રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થવાની છે. કાર્યપાલક ઈજનેર પાસે અત્યારે કોઈ જવાબ નથી અને ફોન ઉપાડતા નથી તો ચોમાસે તો તેમની પાસે થી કોઈ અપેક્ષા રાખવી જ રહી. રાણાવાવમાં આવેલા અમુક ફીડર માં 20 દિવસમાં 4 થી 5 વખત 24 કલાકમાંથી 12 થી 14 કલાકના મેન્ટનેન્સ બ્રેક લેવામાં આવ્યા જેમાં માણસો રામ ભરોસે હોઈ કોઈ કામગીરી થઈ નહિ. અને હજુ પણ એક સાથે 5 કલાક સળગ લાઈટ ટકી શક્તી નથી. રાણાવાવ શહેર માં પણ રાત્રે 4-4 કલાક વીજળી ગુલ થાઈ છે. કાર્યપાલક ઈજનેર ની હાજરી માં કર્મચારીઓ લોકો સાથે ગેરવર્તણૂક કર્યા ના પણ ઘણા દાખલા છે. ત્યારે રાણાવાવ શહેર ભાજપ પ્રમુખે ઉર્જામંત્રી ને આ બાબતે જાણ કરતો પત્ર મોકલ્યો છે. ત્યાર બાદ સરકાર માંથી જરૂરી સૂચનો પણ અપાઈ ગયા છતાં પી.જી.વી.સી.એલ ના જાડી ચામડી ના અધિકારીઓ આજ દિન સુધી એક પણ પ્રશ્ન એક પણ રજુઆત નું નિરાકરણ લાવી શકયા નથી. અને કોઈ કામગીરી ધ્યાન થી કરતા નથી ત્યારે ફરી વખત સરકાર દ્વારા અપાયેલ સૂચના મુજબ કામગીરી કરવા વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, જે અધિકારીઓ આવું નહિ કરે અને પોતાની મનમાની ચલાવશે તો રાણાવાવ શહેર ના નાગરિકો ને સાથે રાખી આંદોલન સુધી ના પગલાં લેવા પડશે તેવું રાણાવાવ શહેર ભાજપ પ્રમુખ રામદેભાઈ ઓડેદરાએ એક પ્રેસ યાદી માં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya