મોબાઈલ બ્લાસ્ટથી યુવકનું દુર્ઘટનાજનક મૃત્યુ, સિદ્ધપુરના બિલિયા ગામની ઘટના
પાટણ, 16 જૂન (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ઓગડનાથ મંદિર નજીક એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, જેમાં મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાને કારણે એક યુવક દેવેન્દ્રકુમાર જયંતીભાઈ પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. દેવેન્દ્રકુમાર એક્ટિવા પર સવાર હતા અન
મોબાઈલ બ્લાસ્ટથી યુવકનું દુર્ઘટનાજનક મૃત્યુ, સિદ્ધપુરના બિલિયા ગામની ઘટના


પાટણ, 16 જૂન (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ઓગડનાથ મંદિર નજીક એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, જેમાં મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાને કારણે એક યુવક દેવેન્દ્રકુમાર જયંતીભાઈ પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

દેવેન્દ્રકુમાર એક્ટિવા પર સવાર હતા અને વિડિયો કોલ કરી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં પેટ્રોલ ભરેલું કેરબું હતું. અચાનક મોબાઈલ બ્લાસ્ટ થતાં કેરબામાં આગ લાગી ગઈ અને તેનો ધસારો દેવેદ્રકુમારના મોઢા, હાથ અને શરીરના અન્ય ભાગે પડતા તેમને ગંભીર દાઝી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં તરત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ સિદ્ધપુર પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande