મહિલા પોલીસ દ્વારા નશા મુક્તિ જાગૃતિ સેમિનાર યોજાયો
પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ દ્વારા પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે નશા મુક્તિ જાગૃતિ સેમિનાર યોજ્યો હતો.જેમાં વિદ્યાર્થીનીઓને કાયદા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુવા ધનમાં નાશનું પ્રમાણ દિવસેને દિવસે વધ
મહિલા પોલીસ દ્વારા નશા મુક્તિ જાગૃતિ સેમિનાર યોજાયો.


મહિલા પોલીસ દ્વારા નશા મુક્તિ જાગૃતિ સેમિનાર યોજાયો.


પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ દ્વારા પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે નશા મુક્તિ જાગૃતિ સેમિનાર યોજ્યો હતો.જેમાં વિદ્યાર્થીનીઓને કાયદા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

યુવા ધનમાં નાશનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે પોરબંદર પોલીસ દ્વારા યુવાનો માં જાગૃતતા આવે તે માટે શાળા-કોલેજો માં જાગૃતા સેમીનારનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા નશા મુક્તિ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીનીઓને યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના સેવનને રોકવા અને વૈશ્વિક સ્તરે ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરીને રોકવા માટે સમાજમાં જાગૃતિ કેળવવા ડ્રગ્સના નશાથી દૂર રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.નશાના દુષણને રોકવા વિદ્યાર્થી ઓને સાથે ડ્રગ્સના પ્રકાર અંગે અને તેનાથી થતી આડ અસરો સહિતની વિવિધ માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળા કોલેજની આસપાસ કે અન્ય કોઈ સ્થળે ડ્રગ્સ/નસીલા પદાર્થનું વેચાણ થતું હોય તો પોલીસને 100નંબરમાં ફોન કરી જાણ કરવા અથવા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અનુરોધ કર્યો હતો અને માહિતી આપનાર વ્યક્તિનું નામ ઓળખ ગુપ્ત રહેશે તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી તેમજ ડ્રગ્સ સામે લડત લડવા અને જાગૃતિ ફેલાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande