બોરીચા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો
પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક શાળા- બોરીચા ખાતે “ઘરેલુ હિંસા અધિનિયમ –2005” અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ મહિલા અને બાળ
બોરીચા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો.


બોરીચા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો.


બોરીચા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો.


પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક શાળા- બોરીચા ખાતે “ઘરેલુ હિંસા અધિનિયમ –2005” અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ મહિલાલક્ષી કાયદાઓનો બહેનો ઉપયોગ કરે તેમજ દીકરીઓ,વહુને સમાન દરજ્જો આપી તેઓને શિક્ષિત કરે તેમજ વિવિધ પ્રવૃત્તિ દ્વારા બહેનો પગભર બને તે અંગેની જાણકારી આપવામા આવી હતી વધુમાં તેમણે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને વિવિધ મહિલાલક્ષી એકમો દ્વારા કાનૂની, તબીબી સહિતની સહાય અને મહિલાલક્ષી યોજનાઓનો વધુ લાભ લઈ શકે તે માટે વિસ્તૃત માહિતી આપી હતી.

દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી જાદવ દ્વારા “ઘરેલુ હિંસા અધિનિયમ – 2005” વિશે આ કાયદા વિશે અને તેની જોગવાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર યોગેશભાઈ દ્વારા તેમની સમાજસુરક્ષા કચેરીની વિવિધ યોજનાઓ જેવીકે,પાલક માતા-પિતા યોજના,દિવ્યાંગોની વિવિધ સહાયો અને કાયદાઓ, હેલ્પલાઇન વિશે માહિતી આપી હતી. અને ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમન એમ્પાવરમેન્ટનાં ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડીનેટર સંધ્યાબેન જોષી દ્વારા ઉપસ્થીત તમામ બહેનોને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની મહિલાલક્ષી યોજનાઓ જેવીકે ,વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ,ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના,બેટી બચાવો બેટી પઢાવો,bમહિલા સ્વાવલંબન યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

કાયદાકીય જાગૃતિ સેમિનારમાં “181 અભયમ”,મોબાઇલ એપ્લીકેશન વિશે માહિતી આપી હતી તેમજ સખી વન સ્ટોપ સેન્ટર પર બહેનોને મળતી સહાય તેમજ સેન્ટરની કામગીરી જેવી કે, મહિલાઓ અને બાળાઓ સામેના તમામ પ્રકારની હિંસા માટે સહાય, કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ અને તાત્કાલિક આશ્રય મળી રહે છે. આ સેવા એક જ જગ્યાએ તમામ જરૂરી સહાય પૂરી પાડે છે.મહિલાઓ પર થયેલી હિંસા, શોષણ કે અન્ય કોઈપણ જાતની પીડા વિશે સુરક્ષિત રીતે ફરિયાદ કરી શકે છે. અહીં મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન, તાત્કાલિક પોલીસ સહાય, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને જરૂરી સુરક્ષા તેમજ પ્રી મેરેજ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત લાભાર્થી મહિલાઓના વિવિધ પ્રશ્નોનું અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા સમાધાન આપવામાં આવ્યું હતુ. અને કાર્યક્રમમાં બહેનોને આ સેમિનાર અન્વયે કીટ(બેગ) ,પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બોરીચાગામનાઆશા વર્કર બહેનો, સખી મંડળની બહેનો તેમજ બોરીચા ગામની મહિલાઓ અને સબંધિત ડિપાર્ટમેન્ટ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande