પાટણમાં રિક્ષાચાલક પાસેથી, ₹2.05 લાખનો ગાંજો જપ્ત
પાટણ, 19 જૂન (હિ.સ.)પાટણ બી ડિવિઝન પોલીસે રિક્ષા ચલાવી ગાંજાની હેરાફેરી કરતો એક આરોપી પકડી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી કુલ ₹2,05,350 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ઓળખ 40 વર્ષીય કેતન કચરાભાઈ પાનચંદ અંબાલાલ રાજ
પાટણમાં રિક્ષાચાલક પાસેથી ₹2.05 લાખનો ગાંજો જપ્ત


પાટણ, 19 જૂન (હિ.સ.)પાટણ બી ડિવિઝન પોલીસે રિક્ષા ચલાવી ગાંજાની હેરાફેરી કરતો એક આરોપી પકડી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી કુલ ₹2,05,350 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની ઓળખ 40 વર્ષીય કેતન કચરાભાઈ પાનચંદ અંબાલાલ રાજપૂત તરીકે કરવામાં આવી છે, જે પાટણના ચાચરીયા ચોક પાસે, રંગરેજની ખડકી ખાતે રહે છે. આરોપી રિક્ષા નંબર GJ-24 Y 1374 દ્વારા ગેરકાયદેસર રીતે ગાંજો પરિવહન કરી રહ્યો હતો ત્યારે તેને ઝડપી લેવાયો હતો.

પોલીસે તેની પાસેથી 35 ગ્રામ ગાંજો (કિંમત ₹350), મોબાઈલ ફોન (કિંમત ₹350) અને રિક્ષા (કિંમત ₹2,00,000) મળી કુલ ₹2,05,350 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C), 22(a), અને 20(2)(a) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande