ટ્રમ્પે ત્રીજી વખત ટીક-ટોક પર પ્રતિબંધ મૂકવાની સમયમર્યાદા લંબાવી, અમેરિકન કંપનીઓ સાથેનો સોદો ફરી અટક્યો
વોશિંગ્ટન, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીનની સોશિયલ મીડિયા એપ્લિકેશન ટીક-ટોક પર પ્રસ્તાવિત પ્રતિબંધ મુલતવી રાખ્યો છે. ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં ટીક-ટોક ની પેરેન્ટ કંપની બા
ટીક-ટોક


વોશિંગ્ટન, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીનની સોશિયલ મીડિયા એપ્લિકેશન ટીક-ટોક પર પ્રસ્તાવિત પ્રતિબંધ મુલતવી રાખ્યો છે. ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં ટીક-ટોક ની પેરેન્ટ કંપની બાઈટ ડાંસ ને અમેરિકન માલિકીની કંપનીને એપ વેચવા માટે વધારાના 90 દિવસનો સમય આપવામાં આવ્યો. નવી સમયમર્યાદા હવે 17 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, મેં ટીક-ટોક ડીલ માટે સમયમર્યાદા 90 દિવસ લંબાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.

આ ત્રીજી વખત છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે ટીક-ટોક પર સંભવિત પ્રતિબંધ મુલતવી રાખ્યો છે. પહેલીવાર, ટીક-ટોક પર રાષ્ટ્રીય પ્રતિબંધ 20 જાન્યુઆરી, 2025 ના રોજ તેમણે પદ સંભાળ્યું તે દિવસથી અમલમાં આવ્યો, જેને યુએસ કોંગ્રેસ અને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. ત્યારબાદ એપ્રિલ 2025 માં બીજી વખત પ્રતિબંધ મુલતવી રાખવામાં આવ્યો, જ્યારે ટીક-ટોક ને યુએસ-માલિકીની કંપનીમાં રૂપાંતરિત કરવાનો સોદાને લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, પરંતુ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફના જવાબમાં ચીનના પાછી ખેંચી લેવાને કારણે આ સોદો તૂટી ગયો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણય પછી, ટીક-ટોક એ તેમનો આભાર માનતો સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. ટીક-ટોક એ એક નિવેદનમાં કહ્યું, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ અને સમર્થન માટે આભારી છીએ, જેના કારણે ટીક-ટોક હજુ પણ 170 મિલિયન યુએસ વપરાશકર્તાઓ અને 7.5 મિલિયન યુએસ વ્યવસાયો માટે ઉપલબ્ધ છે. અમે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના કાર્યાલય સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande