સુરત, 21 જૂન (હિ.સ.)-આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વાંકલ સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધારાસભ્ય ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સામાજિક અગ્રણીઓ, હોદેદારો, કાર્યકર્તાઓ, નગરજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યએ સામૂહિક યોગાસનોકરી યોગ વડે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. ‘યોગ ભગાડે રોગ’ અને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ થીમ સાથે યોગ દિનની ઉજવણી બાળકોએ જુદા જુદા યોગાસનોનું નિદર્શન કરી યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ વેળાએ ઉપસ્થિત સૌએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાનના રાષ્ટ્રીય યોગ દિન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે