વડોદરા, 22 જૂન (હિ.સ.)- શહેર નજીકના અનગઢ ગામના 19 વર્ષના ઉમંગ સોમાભાઈ ગોહિલે આજે સવારે સાડા નવ વાગ્યે મોપેડ લઈને બાજવા ગામથી કરચિયા તરફ જવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન પાર્વતીનગર સોસાયટી તરફ જતાં રસ્તે પૂરઝડપે આવતા ટેન્કરે તેને ટક્કર મારી હતી. ટક્કર બાદ ઉમંગ રોડ પર પટકાઈ ગયો હતો અને ટેન્કરના પાછળના પહિયાં નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. હાલ જવાહરનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે