જિલ્લામાં ગ્રામ્યસ્તરે અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી છગિયા,
ધ્રામણવા, માઢવાડ ખાતે યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થતાં ગ્રામજનો
ગ્રામ્ય વિસ્તારના અમૃત સરોવરો ઉપર ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં


ગ્રામ્ય વિસ્તારના અમૃત સરોવરો ઉપર ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં


ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારના અમૃત સરોવરો ઉપર ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી અને છગિયા ખાતે, તાલાલા તાલુકાના ધ્રામણવા ખાતે, કોડિનાર તાલુકાના માઢવાડ ગામે ગ્રામજનો અમૃત સરોવર ખાતે યોગ કરી અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગ્રામજનો સહભાગી થયાં હતાં.

યોગ દિવસની ઉજવણીમાં ગામનાં આગેવાનો, સરપંચશ્રીઓ, અગ્રણીઓ, અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ગ્રામજનોને યોગની મહત્તા અંગે સમજ આપવામાં આવી હતી.

વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીને સમાંતર અન્ય ગામોમાં શાળાના મેદાન, કોમ્યુનિટી હોલ, આંગણવાડી અને પંચાયત ભવન જેવી જાહેર જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande