યોગ દિવસની ઉજવણીમાં “બેટી બચાવો, બેટી પઢાઓ”નો જાગૃતિ સંદેશ, મહિલા અને બાળ વિભાગ દ્વારા દીકરીઓને ટીશર્ટ-ટોપી વિતરણ કરાયું
ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.)સોમનાથ મંદિર પાસે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોગ સાથે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજનાની જાગૃતિ અને
યોગ સાથે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજનાની જાગૃતિ


ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.)સોમનાથ મંદિર પાસે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોગ સાથે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજનાની જાગૃતિ અને પ્રચાર-પ્રસાર થાય તે માટે સંદેશ સાથે ઉપસ્થિત દીકરીઓને ટી-શર્ટ અને ટોપી વિતરણ કરવામાં આવ્યાં હતાં.

સમાજમાં આરોગ્યની સાથે દીકરીઓના શિક્ષણ અને જન્મને આવકારવાનો સંદેશ આપવા માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંગે જાગૃતિ આવે તે માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી.વારસૂરની ટીમ દ્વારા દિકરીઓને ટી શર્ટ અને ટોપી આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વસ્થ રહેવા માટે જેમ યોગને મહત્વ આપવામાં આવ્યું છે તેવી જ રીતે સમાજમાં દીકરીઓને સમાનતા મળે અને દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે સમગ્ર દેશમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande