પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ
પોરબંદર, 22 જૂન (હિ.સ.) : ગ્રામ પંચાયત ચૂંટણી 2025 ને લઈને પોરબંદર જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારથી લોકો મતદાન કરવા આગળ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો લોકશાહીના પર્વમાં જોડાયા છે. પોરબંદર જિલ્લામાં આજે 15
પોરબંદર જિલ્લામાં  ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદારોમાં મતદાનને લઈને  ભારે ઉત્સાહ


પોરબંદર જિલ્લામાં  ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદારોમાં મતદાનને લઈને  ભારે ઉત્સાહ


પોરબંદર જિલ્લામાં  ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદારોમાં મતદાનને લઈને  ભારે ઉત્સાહ


પોરબંદર, 22 જૂન (હિ.સ.) : ગ્રામ પંચાયત ચૂંટણી 2025 ને લઈને પોરબંદર જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારથી લોકો મતદાન કરવા આગળ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો લોકશાહીના પર્વમાં જોડાયા છે. પોરબંદર જિલ્લામાં આજે 15 ગ્રા.પંમાં સામાન્ય અને 2માં પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.

જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીને લઈને વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં 19 ગ્રામપંચાયત સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી તે પૈકી કેશોદ લુશાળા, બેરણ, કવલકા, ટીંબીનેશ ગામો બિનહરીફ થયાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande