મણિપુરમાં ઉગ્રવાદીની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત
ઇમ્ફાલ, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) સુરક્ષા દળોએ મણિપુરમાં ઉગ્રવાદ વિરોધી કાર્યવાહી તીવ્ર બનાવી છે. આ કાર્યવાહીમાં, એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે અને મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો અને સંદેશાવ્યવહારના સાધનો જપ્ત કરવ
પગલેો


ઇમ્ફાલ, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.)

સુરક્ષા દળોએ મણિપુરમાં ઉગ્રવાદ વિરોધી કાર્યવાહી તીવ્ર બનાવી છે. આ કાર્યવાહીમાં, એક આતંકવાદીની

ધરપકડ કરવામાં આવી છે અને મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો અને સંદેશાવ્યવહારના સાધનો જપ્ત કરવામાં આવ્યા

છે.

પ્રતિબંધિત સંગઠન કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (પીપુલ્સ

વોર ગ્રુપ) ના કેડર યાંગલેમ સદાનંદ સિંહ (26), ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના માયંગ ઇમ્ફાલ પોલીસ સ્ટેશન મામાંગ

થોનખોંગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે માયંગ ઇમ્ફાલ પોલીસ સ્ટેશન વાંગખઇ

લીકાઇનો રહેવાસી છે. તેની પાસેથી નોંધણી નંબર વગરની બાઇક, સિમ સાથેના

મોબાઇલ ફોન અને 19 કેસીપી (પીડબ્લ્યુજી) ડિમાન્ડ લેટર્સ

મળી આવ્યા હતા. ધરપકડ બાદ,

વિવિધ સંવેદનશીલ

વિસ્તારોમાં સંકલિત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યૈગાંગપોકપી પોલીસ સ્ટેશન વિસ્તાર

હેઠળના માયોફંગ-સનાસાબી પહાડી વિસ્તારમાંથી સુરક્ષા દળોએ એક બાયપોડ માઉન્ટેડ .303 રાઇફલ, સાત જીવંત રાઉન્ડ, બે ભારે કેલિબર

મોર્ટાર, 20 મોર્ટાર બોમ્બ, બે બર્મીઝ આઈઇડી, ચાર બાઓફેંગ

રેડિયો સેટ, ત્રણ જીવંત

કારતૂસ સાથે એક પિસ્તોલ,

7.62 મીમીના 20 રાઉન્ડ, સાત નંબર 36 હેન્ડ ગ્રેનેડ, ત્રણ ઓ રિંગ

ગ્રેનેડ, પાંચ નંબર 8 ડબ્લ્યુપીગ્રેનેડ, બે બુલેટપ્રૂફ

જેકેટ (એક પ્લેટ સાથે), એક હેલ્મેટ, એક પાઉચ અને એક

જોડી જંગલ જૂતા જપ્ત કર્યા છે.

કાકચિંગ જિલ્લાના અરોંગ નોંગમૈખોંગ પોલીસ સ્ટેશન વિસ્તાર

હેઠળના નોંગમાખોંગ માખા લીકાઈ હિલ રેન્જમાંથી એક ઇન્સાસએલએમજી અને

મેગેઝિન, એક ઈન્સાસરાઇફલ, બે એસએલઆરરાઇફલ, એક સ્નાઈપર રાઇફલ, એક .32 પિસ્તોલ અને

મેગેઝિન, વિવિધ કેલિબરના

મોટા જથ્થામાં કારતૂસ, ખાલી કારતૂસ શેલ, ત્રણ ચાર્જર

ક્લિપ્સ, 37 ખાલી .303 કારતૂસ, ચાર ટીયર સ્મોક

શેલ, એક રબર બુલેટ, બે બુલેટપ્રૂફ

જેકેટ, ચાર બુલેટપ્રૂફ

પ્લેટ અને ત્રણ હેલ્મેટ મળી આવ્યા છે.

કાકચિંગ જિલ્લાના અરોંગ નોંગમાખોંગ પોલીસ સ્ટેશન વિસ્તાર

હેઠળના નોંગમૈખોંગ માખા લીકાઈ હિલ રેન્જમાંથી એક એસેમજીકાર્બાઇન, એક એકે-47 રાઇફલ, બે સિંગલ બેરલ ગન, એક મોડિફાઇડ 9mm પિસ્તોલ, લગભગ 2-2 કિલો વજનના ત્રણ

આઈઇડી, એક સ્કોપ લેન્સ, ટ્યુબ લોન્ચર, એક એચઈગ્રેનેડ

(ડેટોનેટર વિના), છ રબર બુલેટ, આઠ વાયર ડેટોનેટર, દસ પીઇકેવિસ્ફોટક પેકેટ

અને વિવિધ પ્રકારના જીવંત અને ખર્ચાયેલા કારતૂસ મળી આવ્યા છે. ઉપરાંત, એક સ્કૂલ બેગ, એક કોથળો અને

છદ્માવરણ બોડી ગિયર મળી આવ્યા છે.

થોબલ જિલ્લાના યૈરીપોક પોલીસ સ્ટેશન હેઠળના ગ્વારોક

મહાદેવની તળેટીમાંથી એક એસએલઆરરાઇફલ, એસએમજીકાર્બાઇન, 9 એમેએમપિસ્તોલ, ત્રણ એચઈહેન્ડ ગ્રેનેડ, .303, 5.56 mm, 5.56x30 mm, 9 mm અને 7.62 mm ના જીવંત કારતૂસ, ડેટોનેટર, આર્મિંગ રિંગ્સ, ટ્યુબ લોન્ચર, હેલ્મેટ, રબર બુલેટ અને

વાયરલેસ કોમ્યુનિકેશન સાધનો મળી આવ્યા છે.

આ સતત મોટી જપ્તીઓએ રાજ્યમાં, સક્રિય આતંકવાદી સંગઠનો

દ્વારા ઉભા કરાયેલા ગંભીર પડકારને સામે લાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,”

સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને હિંસા અટકાવવા અને શાંતિ જાળવવા માટે સંવેદનશીલ

વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande