પંજાબ પોલીસે અમૃતસરમાં, બે આઇએસઆઇનાજાસૂસોની ધરપકડ કરી
ચંડીગઢ,નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) પંજાબ પોલીસે અમૃતસરથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના બે જાસૂસો, ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી ફૌજી અને સાહિલ મસીહ ઉર્ફે શાલીની ધરપકડ કરી છે. પોલીસ ઘણા દિવસોથી તેમના પર નજર રાખી રહી હતી. પોલીસ મહા
પંજાબ પોલીસે અમૃતસરમાં, બે આઇએસઆઇનાજાસૂસોની ધરપકડ કરી


ચંડીગઢ,નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) પંજાબ પોલીસે અમૃતસરથી પાકિસ્તાની

ગુપ્તચર એજન્સી આઇએસઆઇના બે જાસૂસો, ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી ફૌજી અને સાહિલ મસીહ ઉર્ફે શાલીની

ધરપકડ કરી છે. પોલીસ ઘણા દિવસોથી તેમના પર નજર રાખી રહી હતી.

પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે રવિવારે જણાવ્યું હતું કે,”

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી ફૌજી પાકિસ્તાની

એજન્સી આઇએસઆઇના એજન્ટો સાથે

સીધા સંપર્કમાં હતો અને પેન ડ્રાઇવ દ્વારા ગુપ્ત અને સંવેદનશીલ માહિતી શેર કરતો

હતો. આ કેસમાં મુખ્ય આઇએસઆઇહેન્ડલર રાણા જાવેદ તરીકે ઓળખાઈ ગયો છે. ધરપકડ કરાયેલા બંને

આરોપીઓ જાવેદ રાણાને માહિતી પૂરી પાડતા હતા.”

તેમણે કહ્યું કે,” પોલીસે તેમની પાસેથી બે મોબાઇલ ફોન પણ

જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ આઇએસઆઇહેન્ડલર સાથે વાત

કરવા માટે થઈ રહ્યો હતો. હાલમાં, તેમના ફોન ફોરેન્સિક તપાસ અને સાયબર તપાસ માટે મોકલવામાં

આવ્યા છે, જેથી તેમની

પાસેથી ગુપ્ત માહિતી મેળવી શકાય. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande