પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતો માટે, શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન
પાટણ, 22 જૂન (હિ.સ.) પાટણ જિલ્લાના 9 તાલુકામાં આજ રોજ 232 ગ્રામ પંચાયતો માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 224 સરપંચ અને 563 વોર્ડ સભ્યો માટે બેલેટ પેપર દ્વારા મતદાન થઈ રહ્યું છ
પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન


પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન


પાટણ, 22 જૂન (હિ.સ.) પાટણ જિલ્લાના 9 તાલુકામાં આજ રોજ 232 ગ્રામ પંચાયતો માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 224 સરપંચ અને 563 વોર્ડ સભ્યો માટે બેલેટ પેપર દ્વારા મતદાન થઈ રહ્યું છે. જિલ્લા વ્યાપી 606 મતદાન મથકો પર 642 મતપેટીઓ સાથે મતદાન થઈ રહ્યું છે. આ માટે 3402 પોલિંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. 94 ચૂંટણી અધિકારીઓ અને એટલાં જ મદદનીશ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન વિવિધ ગામોમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંતલપુરના વારાહી ગામમાં મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે ચાણસ્માના સુણસર ગામે મહિલાઓની ભીડ નોંધાઈ હતી. ચંદ્રમણા ગામમાં ત્રણ ઉમેદવારો એકસાથે જીતની આશા રાખી રહ્યા છે અને ઝરમર વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું. ધારપુર ગામના મતદારો છત્રી લઈને મતદાન મથક સુધી પહોંચ્યા હતા.

કુલ 5,13,786 મતદારો પૈકી 2,62,699 પુરુષ અને 2,51,087 મહિલા મતદારો નોંધાયેલા છે. 405 સેવા મતદારો પણ પસંદગીના અધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં 299 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં 1225 પોલીસકર્મીઓ કાયદો વ્યવસ્થા જાળવી રહ્યા છે. માન્ય ઓળખપત્ર તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત 12 દસ્તાવેજ માન્ય રહેશે. મતગણતરી 25મી જૂને તાલુકાવાર નવ સ્થળોએ હાથ ધરાશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande