પાટણ, 22 જૂન (હિ.સ.) : પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન જેવી વિવિધ યોગ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો. આ અવસરે ગ્રામ્ય શીતલી પ્રાણાયામ, સંગીત ધ્યાન, વજ્રાસન, વૃક્ષાસન અને લાફિંગ સેશન જેવા ઉપયોગી અને આરોગ્યદાયક આસનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
યોગાચાર્ય તરીકે શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય કિશોરભાઈ રામી ઉપરાંત સચિનભાઈ, વિક્રમભાઈ, જયેશભાઈ, નટવરભાઈ, કોમલબેન અને અભિષાબેને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. શાળાના વિદ્યાર્થીઓને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવી.
કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઈ પટેલ, પ્રમુખ દીનાબેન પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય કિશોરભાઈ રામી અને પ્રાથમિક વિભાગના આચાર્યા પ્રિયંકાબેન દેસાઈ સહિત સમગ્ર સ્ટાફે પણ યોગ પ્રવૃત્તિઓમાં સહભાગી થીને સુંદર ઉદાહરણ પુરું પાડી. કાર્યક્રમનું સમાપન શાંતિ મંત્રથી કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર