બોખીરા ખાતે, કાયદા જાગૃતિ અભિયાન યોજાયું
પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના પી.એસ. આઈ. કે.એમ.સૈયદ તથા WLR તેજલ બેન તથા ઉર્મિલાબેન તેમજ નિમિષાબેન જોશી- પૂર્વ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ મેમ્બર તેમજ જિલ્લા નારી સુરક્ષા સમિતિ સભ્ય (FFWC) તથા ડી.એચ.ઈ.ડબલ્યુ.ના અધિકારી સંધ્યા
બોખીરા ખાતે કાયદા જાગૃતિ અભિયાન યોજાયું


બોખીરા ખાતે કાયદા જાગૃતિ અભિયાન યોજાયું


બોખીરા ખાતે કાયદા જાગૃતિ અભિયાન યોજાયું


પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના પી.એસ. આઈ. કે.એમ.સૈયદ તથા WLR તેજલ બેન તથા ઉર્મિલાબેન તેમજ નિમિષાબેન જોશી- પૂર્વ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ મેમ્બર તેમજ જિલ્લા નારી સુરક્ષા સમિતિ સભ્ય (FFWC) તથા ડી.એચ.ઈ.ડબલ્યુ.ના અધિકારી સંધ્યાબેન જોશી, યોગ ગુરૂ પતંજલિના વિશાખાબેન મોઢા સાથે સંકલનમાં રહીને વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ બોખીરા પે સેન્ટર શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.

જેમાં બહેનોને યોગથી થતા ફાયદાઓ સમજાવવામાં આવ્યા તેમજ વહાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના, માનવ ગરિમા યોજના જેવી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી તેમજ નારી શક્તિ કરણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માધ્યમથી મળતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી તેમજ મહિલા જાગૃતિ વિશે જરૂરી માહિતી આપેલ મહિલાઓને ઘરેલુ હિંસા બાબતે માહિતી આપેલ કોઈ પણ મહિલાને તેમના પતિ કે સાસરીયા પક્ષ તરફથી ત્રાસ આપતા હોય તો મહિલા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માહિતી વિશે મહિલાઓને કાયદાકીય વિસ્તૃત માહિતી આપેલ તેમજ પોલીસ મદદ માટે 100 નંબર તથા 181 મહિલા હેલ્પલાઈન વિશે જરૂરી માહિતી આપેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande