ભારે વરસાદના કારણે, સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ બંધ કરવામાં આવી
સુરત, 23 જૂન (હિ.સ.)-આજે સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદને કારણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)- સુરત ડિવિઝન દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. ડ્રાઈવરોને તેમના રૂટ બંધ કરવા અને તે
Surat


સુરત, 23 જૂન (હિ.સ.)-આજે સુરત શહેર-જિલ્લામાં

ભારે વરસાદને કારણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)- સુરત ડિવિઝન

દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ બંધ કરવામાં

આવી છે. ડ્રાઈવરોને તેમના રૂટ બંધ કરવા અને તેમના વાહનો સાથે નજીકના સલામત સ્થળોએ

જવાની તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં કોઈ બસો ન લઇ જવા, કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી

બસોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન બાયપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.

અંદાજિત સુરત

વિભાગની તેમજ અન્ય વિભાગોની 200 ટ્રીપ હાલ કેન્સલ કરાઈ છે. એસ.ટી.વિભાગીય કચેરી

ખાતે કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે એમ GSRTC- સુરતના વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયું

છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande